Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Bhedbharam by Harkishan Mehta

Years ago Journalist Friend Lt. Ajit Marchat called Harkishan Mehta that a businessman of Mulji Jetha market faced with Phantom. On one scary late night the businessman was travelling & a lady asked for a lift near Lotus Cinema. Businessman found that lady was from a good family & hence he gave her a lift but on the way while travelling he found that lady was disappearing from the car at many places so businessman was scared & went unwell for many days. Reporter asked Harkishan Mehta to meet the businessman write up a story on him.

When Harkishan Mehta tried to contact that businessman & write up the story every was passing the ball on someone else & hence he dropped the attempt. Somewhere down the line as a reporter the story was there in his heart & he was curious to know the story.

Later on for writing the novel he found few more characters & a true story. He found a forigner lady who spoke Gujarati & turned saint. In another twist Harkishan Mehta added few more true story in this novel & made it more thrilling & exciting. Bhedbharam was also one of the best seller from Harkishan Mehta.

There are many other Gujarati Books written by Harkishan Mehta, those are also equally popular and you can buy all of them online with best discount

 

ભેદ ભરમ:

લગભગ દસેક વર્ષ પહેલા પત્રકાર મિત્ર (સ્વ) અજીત માર્ચંતનો ફોન આવ્યો કે મુળજી જેઠા માર્કેટ ના એક વેપારીને પ્રેતનો ભેટો થઇ ગયો છે! મુબીના વરલી વિસ્તારમાં લોટસ સિનેમા પાસેથી એ વેપારી મોડી રાત્રે એમની કારમાં જઈ રહ્યા હતા ત્યાં રસ્તા પર એક સ્ત્રીએ હાથ ઉંચો કરી લીફ્ટ માગી. દેખાવમાં સ્ત્રી સારા ઘરની લાગી એટલે એમણે લીફ્ટ આપી.રસ્તામાં ચમત્કારિક ઘટના બની ગઈ. અમુક સ્થળે એ સ્ત્રી અચાનક કારમાંથી ગાયબ થઇ ગઈ. પેલા ભાઈ એટલા ભડકી ગયા કે દિવસો સુધી બીમાર રહ્યા….તમેં એમને મળીને સરસ લેખ બનાવી શકશો !

પ્રેતનો પરચો પામનાર એ વેપારી શોધવા મેં ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દરેલ એમ જ કેહ્તું કે મેં પેલા ભાઈ પાસેથી સાંભળ્યું છે. ‘પેલા ભાઈ’ પાસે જતા બીજાનું નામ આપે એટલે ‘ચલક ચલાણું’ ઓંલે ઘરે ભાણું ની રમતના અંતે એ પ્રયાસ મારે છોડી દેવો પડ્યો.

પરંતુ પત્રકાર તરીકે છોડી દીધેલો એ વિષય મારા લેખક જીવને વારંવાર ખોતરતો રહ્યો. પ્રેતસ્વરૂપે લીફ્ટ માગવા ઉભી રહેતી એ સ્ત્રીનો જીવ શા માટે ભટકતો હશે ? એ કેમ મૃત્યુ પામી હશે? એની કઈ વાસના અતૃપ્ત રહી હશે? આ બધા પ્રશ્નોએ મને ‘ભેદભરમ’ લખવા પ્રેર્યો.

પરંતુ નવલકથાનો ઘટ ઘડવા માટે બીજી બેચાર સત્યઘટના તેમજ જીવંત પત્રો મારે શોધી કાઢવા પડ્યાં.લીઝા મને જુનાગઢના મેળામાં મળી ગઈ. સાધ્વી બનેલી અને ગુજરાતી બોલાતી એ વિદેશી યુવતીના મૂળ ગુજરાતમાં છે એ જાણ્યા પછી તો ફ્લક વધુ વિસ્તાર પામ્યું. ‘ભેદભરમ’ ના નાયક વિવેક સન્યાસીની અટક એક લેખક મિત્ર શામું સન્યાસીની ઉપાડી, પરંતુ વિવેક સંન્યાસી પિતાની વાત બીજી એક સત્યઘટનાને આધારે ઘડી છે.સુરેખાદેવીના મોટર અકસ્માતની વાત એક મિત્રના પત્નીના જીવલેણ મોટર-અકસ્માતના આધારે ઘડી છે.

આમ અનેક જગ્યાએ થી તણખલા ઊંચકીને નવલકથાનો માળો રચ્યો અને ‘ચિત્રલેખા’ના વાચકોએ પ્રત્યેક પ્રકરણ ને દાદ આપી વાર્તા ચગાવવા માટે મુલ્યવાન પ્રોત્સાહન આપ્યું. પરંતુ મને પોતાને આ નવલકથા લખતી વેળા જેટલો અજંપો થયો એટલો આનંદ પણ મળ્યો.

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme