Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Himalayna Rahsyoni Katha By Bhandev -Buy Gujarati Book Online

Himalayna Rahsyoni Katha By Bhandev is also one of his most seller book. Bhandev has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

હા, પ્રવાસાત્મક નાવકથા ! બંગાળી ભાષામાં પ્રવાસાત્મક નવલકથાઓ પ્રચુર માત્રામાં લખાઈ છે. ગુજરાતીમાં ગુણવંતરાય આચાર્યે દરિયાઈ નવલકથાઓ લખી છે, પરંતુ પ્રવાસાત્મક નવલકથાઓ ગુજરાતી ભાષામાં લખાઈ હોય તેવું જાણવામાં આવ્યું નથી.

ચાલો આપણે શરુ કરીએ.

આ પ્રકારની એક નવલકથા લખી : વાજ્યાન !’ વાચકોને ખુબ ગમી. આ નવલકથા વસ્તુત: તિબેટના વાજ્યાન બૌદ્ધ ધર્મને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. મનમાં વિચાર આવ્યો ; આપણે ભારતીય હિમાલયની યાત્રાને કેન્દ્રમાં રાખીને એક પ્રવાસાત્મક નવલકથા લખીએ તો ? તદનુસાર આ પ્રવાસાત્મક નવલકથા લખાઈ છે : ‘હમરો હીમાલ.’ હિમાલયનાં રહસ્યોની કથા !

હિમાલય પ્રત્યે મને અપરંપાર પ્રીતિ છે. તદનુસાર આટલું બન્યું છે :

૧. હિમાલયની અપરંપાર યાત્રાઓ થઇ છે. આ યાત્રાઓ ઉપરછલ્લી યાત્રાઓ નહી, પરંતુ ગહન યાત્રાઓ થઇ છે.

૨. હિમાલયમાં નિવાસ કરતા અનેક સાધુ-સંતોનો અપાર સત્સંગ મને પ્રાપ્ત થયો છે.

૩. હિમાલયમાં વસવાટ કરતા લોકો સાથે મારે અવારનવાર ગાઢ સંપર્ક થયો છે.

૪. હિમાલયના ઘણા યાત્રી-મિત્રો સાથે મારે હિમાલય-વિષયક સત્સંગ ખુબ થયો છે.

૫. વર્ષો સુધી હિમાલય-વિષયક અનેક ભાષામાં રચાયેલા ગ્રંથોનો પેટ ભરીને સ્વાધ્યાય થયો છે.

૬. મેં હિમાલયને દેવાત્મા ગણીને તેને પ્રેમ કર્યો છે અને તે દેવાત્માએ મને તેવો જ પ્રતિભાવ આપ્યો છે.

આ અને આવાં અનેક અને અનેકવિધ પરિબળોએ મારામાં હિમાલયપિંડની રચના કરી છે. આ પીંડ પ્રારંભમાં હિમાલય-વિષયક પ્રવાસકથાઓ દ્વારા અને હવે હિમાલય-વિષયક પ્રવાસાત્મક નવલકથા દ્વાર અભિવ્યક્ત થઇ રહ્યો છે.

 

Buy Gujarati Books Online © 2017 Frontier Theme