Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Hu Hijado – Hu Lakshmi in Gujarati

hu hijado hu lakshmi gujarati book“Hu Hijado – Hu Lakshmi” – this is a recently launched Gujarati book which is based on a real life character named Lakshmi Tripathi and it’s based on her story and story on hermaphrodite people around. In this Gujarati book she has mentioned each up and down of her life being a hermaphrodite. One must read this Gujarati book which was earlier released in Marathi and now translated in Gujarati language. You can buy gujarati book online using below link and read more about Hu Hijdo Guajrati book.

Buy Gujarati Books – Hu Hijado Hu Lakshmi
મારો જન્મ 1979માં થાણે ખાતે મારો જન્મ થયો હતો. જન્મી ત્યારે પુરુષ હતી. બાળપણમાં મધુર સપનાઓમાં દરેક ખોવાયેલ હોય છે પણ મારું બાળપણ લગીરેય સારૂ રહ્યુ નથી. છોકરાઓ મને બાયલો, છક્કો, મામુ કહીને ચીડવતા હતાં. હા હું સાચ્ચે જ સ્ત્રી જેવો હતો. હું 7 વર્ષનો હતો ત્યારે પ્રથમ વખત મારું યૌન શોષણ થયુ હતુ.

આજે પુરુષ પ્રધાન સમાજમાં કેવી રીતે વર્તવું તે શીખી લીધું છે મેં. પૌરુષીય મનોવૃત્તિ સામે અમારી કમ્યુનિટીએ લડત આપવી પડશે તેની અમને ખબર છે. મારા માટે સારી વાત તે હતી કે મેં વ્યંઢળ બનવાનું નક્કી કર્યુ તેમ છતાં મારો પરિવાર મારી પડખે ઉભો રહ્યો હતો.
જો હું વ્યંઢળ થઈ ન હોત તો આજે શું હોત તેનો વિચાર જ કરી શકતી નથી. હા એટલુ ચોક્કસ છે કે મારે ડાન્સ શીખવો હતો તે શીખી. ક્લાસિસ શરૂ કર્યા. જે લોકો બાળપણમાં ચીડવતા, તુચ્છ રીતે જોતાં તેમનાં મોઢા મેં મારા કામથી બંધ કર્યા છે.

‘હીજડા’ થવુ એ એક મોટી અને આકરી પ્રક્રિયા હોય છે. અસલમાં તે માનસિક હોય છે. એક પુરૂષ જેને પોતેસ્ત્રી છે તેવી ભાવના અત્‍યંત વળવત્તર બની પરાકાષ્‍ટાએ પહોંચે ત્‍યારે તે બધા ભયના બંધનો ફગાવી ‘હિજડો’ થવાનો નિર્ણય લે છે. લક્ષ્મી નારાયણ ઘરનો મોટો પુત્ર હિજડો બન્‍યો પહેલા કેવી કશ્‍મકશમાંથી પસાર થયો તેનુ વર્ણન શરૂઆતના પ્રકરણોમાં જોવા મળે છે.માતા-પિતાના પ્રથમ સંતાન તરીકે શરૂઆતનુ બાળપણ ખુબ લાડકોડમાં વિતેલુ પરંતુ નાનપણમાં અસ્‍થમાંથી લઇ અનેક નાની મોટી બિમારીઓને કારણે તે કયારેય બહુ ભળતો નહિ. તેને ‘નાચવુ’ ખુબ ગમતુ ગમે તેવી ખાંસી ચડે તો પણ તે ભાન ભુલી નાચતો. આ જ વાત તેને નાનપણથી બાયલો… નાચનારો….છક્કો એવુ સાંભળવુ પડતુ. પોતાના સ્‍ત્રૈણ અવાજ, હાવભાવ, ચાલઢાલને આ બાળક સમજી નહોતો શકતો. જેને કારણે તે અંતર્મુખ બની ગયેલો. સાત વર્ષની વયે જ અન્‍ય નાના છોકરાઓ દ્વારા તેનુ જાતીય શોષણ થવા લાગેલુ. એક અત્‍યંત પ્રેમાળ પડોશી સ્‍ત્રીએ લક્ષ્મીને શાળાના નિબંધો અંગ્રેજીમાં તૈયાર કરાવી તેનું અંગ્રેજી ખૂબ જ સુંદર બનાવેલુ. શરૂઆતમાં તેને હેરાન કરનાર છોકરાઓને તો પોતે હવે દમદાટી થી દુર કરી દેતો પણ પોતાની અંદર પુરૂષો માટે જ શા માટેઆકર્ષણ થાય છે અંગે ખૂબ મુંઝવણ થતી. ચોથા ધોરણની પરીક્ષા બાદ તેણે પોતાના જેવા લાગતા ‘ગે’ ગ્રુપને જોઇન્‍ટ કર્યુ. નાનપણના અન્‍ય સંભારણા બાદ નવા ઘરમાં રહેવા ગયા બાદ પ્રથમ વખત ‘રોહન’ નામના છોકરાના પ્રેમમાં પડી શરૂઆતના આનંદના દિવસો બાદ સમજાયું કે પોતાનો ઉપયોગ થઇ રહયો છે. થોડા અનુભવો બાદ બેબી જોની નામના ડાન્‍સ માસ્‍ટર પાસેથી તાલીમ લઇ પોતાના ડાન્‍સ કલાસીસ શરૂ કર્યા અનેક સ્‍પર્ધાઓ જીતી ઇનામો પણ મેળવેલા. સાતમા-આઠમા ધોરણથી સંબંધોને-માણસોને ઓળખતા શીખ્‍યો.

Buy Gujarati Books Online – Hu Hijado Hu Lakshmi

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme