Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Mariz : Astitva Ane Vyaktitva By Raish Maniar -Buy Gujarati Book Online

Mariz : Astitva Ane Vyaktitva By Raish Maniar is also one of his most seller book. Raish Maniar has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Raish Maniar Those are also equally popular and you can buy all of them online with best discount.

ગુજરાતી ગઝલઆકાશ શયદા, શૂન્ય, ઘાયલ, સૈફ બેફામ, ગણી જેવા અનેક સિતારાઓથી ઝળહળે છે પણ એ સૌમાં મરીઝનું સ્થાન યાવત્ચંદ્રદીવાકરો, અનન્ય અને અમીટ  છે.

મરીઝ એટલા સરળ છે કે એને કોઈ સર્ટીફીકેટની જરૂર જ નથી. મરીઝ એટલા ગહન છે કે કોઈ વિવેચકે બાંધેલા અર્થમાં એ બધાય એમ પણ નથી. આમેય મરીઝે પોતે જ કહ્યું છે,

હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી,

રહેવા દે કલાને એ બની જેવી બની;

તસવીર જો દરિયાની નીચોવી તો ‘મરીઝ’, 

બે-ચાર બુંદ રંગની એમાંથી મળી.

દરિયાનું ચિત્ર ગમે તેટલું સુંદર હોય એનું પૃથક્કરણ કરતા રંગના બે-ચાર ટીપા સિવાય બીજું શું મળે…’મરીઝ’ નામના આ દરિયાને સમજવા માટેય ગજું જોઈએ. મરીઝ પોતે કહે છે…

પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ, 

શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;

દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,

ગજ એનો લઇ નીકળી ખોવાઈ ગઈ.

મરીઝની વાત આવે એટલે આવા થોડાક શેરો ટાંક્યા પછી જાણ્યેઅજાણ્યે આપણા હાથે મરીઝની પ્રતિષ્ઠા થવાને બદલે બદનામી જ વધુ થઇ છે. એટલે જ કદાચ મરીઝે કહેવું પડ્યું હશે…

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબુલ, 

કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે ! 

મરીઝ સાહેબની ૧૦૨મી જયંતી દરમિયાન આ બદનામ અને અનાકર્ષક વ્યક્તિત્વની પાછળ છુપાયેલા અનમોલ અસ્તિત્વનો પરિચય કરાવતું રઈશ મનીઆર લિખિત આ પુસ્તક ઓરીજીનલ રિસર્ચની સાથે-સાથે અત્યંત રસાળ શૈલીમાં લખાયું હોવાથી ગુજરાતી ભાષામાં બેસ્ટસેલર બન્યું છે. આ પુસ્તકના આધારે લખાયેલા નાટકે પણ વિશ્વભરમાં ધૂમ મચાવી છે.

મરીઝની આરપાર ઓળખનું એકમાત્ર સરનામું એટલે આ પુસ્તક – મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme