Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Nokhi Mati No Anokho Manas : Pankajsinh Jadeja By Shailesh Sagpariya

Nokhi Mati No Anokho Manas : Pankajsinh Jadeja By Shailesh Sagpariya is also one of his most seller book. Shailesh Sagpariya has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Shailesh Sagpariya Those are also equally popular and you can buy all of them online with best discount.

પંકજસિંહ કિશોરસિંહ જાડેજા એટલે ગુજરાત સરકારના નિષ્કલંક અજાતશત્રુ અધિકારી. મહેસૂલ વિભાગમાં મામલતદારથી શરૂ કરીને ડેપ્યુટી કલેકટર સુધીના જુદા જુદા હોદ્દાઓ પર એમણે 15 વર્ષ નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. અમદાવાદ-ભાવનગર હાઇવે પર એક અકસ્માતમાં તા. 14/12/2015ના રોજ પંકજસિંહે એમનાં ધર્મપત્ની રાજેશ્વરીબા, દીકરી રીશિતાબા અને દીકરા હર્ષવર્ધનસિંહ સાથે આ જગતમાંથી સામૂહિક રીતે વિદાય લીધી.

         શ્રીમદ્ ભગવદ્ગીતાના 18 અધ્યાય કરોડો લોકો વાંચતા હોય છે, પરંતુ આ અઢારેય અધ્યાય જીવી ગયા હોય તેવા માણસો દુર્લભ છે. જ્ઞાન, કર્મ, ભક્તિ અને શૌર્યનો સંગમ એવા પંકજસિંહ જાડેજા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આપેલા ઉપદેશના સાકાર સ્વરૂપસમાન હતા. પંકજસિંહનું જીવન અનેક લોકોને જીવન જીવવાની નવી રાહ બતાવે એવું પ્રેરક છે. એમના જીવન પર લખાયેલું આ પુસ્તકને સ્મૃતિગ્રંથ નથી જે ઘરના કબાટમાં ધૂળ ખાતું પડી રહે પણ લોકો એને વાંચે, વિચારે અને આચરે એવું સરળ અને રસપ્રદ છે. આ પુસ્તકમાં સુભાષિતોની જેમ ટૂંકમાં ઘણું કહેવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક વાંચતી વખતે વાંચકને કંટાળો ન આવે એની લેખકે તકેદારી રાખી છે. એક વખત વાંચક આ પુસ્તકને વાંચવાની શરૂઆત કરશો, પછી પુસ્તક નીચે મૂકવાનું મન નહીં થાય. પંકજસિંહ વિશે વધુ જાણવાની તરસ તમને આગળનાં પ્રકરણ વાંચવા માટે મજબૂર કરશે અને ધીમે ધીમે કરતાં ક્યારે પુસ્તક પૂરું થઇ જશે એની તમને ખબર પણ નહીં પડે. 

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme