Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Pedal Par Pruthvi Parikrama

Pedal par pruthvi ParikramaWhen it comes to Gujarati books, we have very few books which can be counted as best books on genre of travelogue. But yes, whatever we have they are very best gujarati books. One of them is “Pedal par Pruthvi Parikrama”. Which is based on 6 brave travellers who started their journey with bicycle. You will surely like to read this gujarati book which can be bought online with a click of your mouse.

Buy Gujarati book Pedal Par Pruthvi Parikrama Online

જેઓ એ લગભગ સાડા ચાર વરસમાં ૪૪૦૦૦ માઈલ, ૨૯ દેશો (આજના હિસાબે ૩૯ દેશો)ની પેડલ પર પૃથ્વી પરકમ્મા કરી હતી ! ! ! જેને શરુ કરી મધ્યમવર્ગીય છ સાહસવીરોએ તારીખ ૧૫મી ઓક્ટોબર ૧૯૨૩ના રોજ.

એક ભારતીય, એક ગુજરાતી તરીકે ના માત્ર ગર્વ પરંતુ અહોભાવ સાથે એ છ સાહસવીરોની છબી મનમસ્તિષ્ક અને હ્રદયમાં હંમેશા અંકિત રહેશે, બેશક એમાંથી એક પણ સાહસવીરની તસ્વીર જોઈ નથી પણ લગભગ ૨૦-૨૫ દિવસોથી ટુકડે ટુકડે આ પુસ્તક વાંચું છું એના લીધે એક –એકની છબી ઉભરી છે.

આપણે પોતાના ઘર-ગામ-રાજ્ય કે દેશનાં કમ્ફર્ટ ઝોનમાં રહીને હોંશિયારી મારવી એ અલગ વાત છે કે પછી પોતાના દેશને છોડીને અન્ય દેશમાં વસીને પોતાના દેશને ગાળો દેવી અને ગુલબાંગો હાંકવી એ પણ અલગ વાત છે  પરંતુ મેં એક વાત નોંધી છે કે જો ખરેખર તમે કંઈક પ્રાપ્ત કરશો યા તો ખરેખર કોઈક અસામાન્ય પરિણામ માટે યોગ્ય ઠરશો તો એ નમ્ર જ બનાવશે અને દંભ વગરના આધ્યાત્મિક જ બનાવશે, સાથે સાથે તમારા દેશ, સંસ્કૃતિ પર તમારો આદરભાવ વધશે એ પાક્કું, પાક્કું અને ૧૦૦ % પાક્કું .  આ  વાતને દ્રઢ બનાવી છે આ પેડલ પર પૃથ્વી પરકમ્મા તથા અન્ય પુસ્તકોએ એમાંથી યાદ આવે છે એટલાનું નામ લખું તો

અતુલ કરવલ (ગુજ અનુવાદ – સૌરભ શાહ) ની  થિંક એવરેસ્ટ
કાકા સાહેબ કાલેલકરની હિમાલયના પ્રવાસ
સ્વામી રામ (સંપાદન : સ્વામી અજય, ગુજ અનુવાદ – કુન્દનિકા કાપડિયા)ની હિમાલયના સિદ્ધ યોગી
અમૃતલાલ વેગડની પરકમ્મા નર્મદા મૈયાની (અને એ પર એમની આખી શ્રેણી)
ધ્રુવ ભટ્ટની તત્વમસિ

સામાન્ય રીતે તો દરેક વાંચન પછી એ વિશે બ્લોગ લખવાની ઈચ્છા હોય છે પણ અન્ય નામ/બહાના ના દેતા સીધું જ કહું તો આળસનાં લીધે લખી શકતો  નથી.

પરંતુ અહિંયા જે લોકો પણ આ બ્લોગ પોસ્ટ વાંચે એમને ખાસ  ખાસ આગ્રહ કે આ પુસ્તક ખરીદજો જ ખરીદજો. આમાં ન માત્ર સાહસ છે પણ દુનિયામાં પોતાના દેશનું  શું સ્થાન છે એ પણ છે અને સ્વાભાવિક છે કે આમાં ઈતિહાસ-ભૂગોળ તો આવરી લેવાય જ હોય એટલે  જો ખરીદવા જવા માટે અથવા તો તમારી નજદીકમાં એ શક્ય ન હોય અને જો લાયબ્રેરીમાં હોય તો એ લઈને વાંચજો પછી જ્યારે પણ કોઈ બૂક લેવાની હોય ત્યારે આ સૌથી પહેલી લેવી . ઉપર લખી એ પણ  લેવા જેવી ખરી જ પણ આ ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’ તો ખાસ લેવી જ લેવી <- આટલો (તો શું જરા પણ) આગ્રહ મેં કદી કોઈ બૂક માટે નથી કર્યો પણ આ બૂક વિશે આગ્રહ કરતા મને આનંદ આવે છે અને ગેરંટી કે જો ના ગમે તો મને પુસ્તક આપી દેજો હું એના ડબલ પૈસા આપીશ !

આભાર લોગ – રજનીભાઈ અગ્રાવત

Buy Gujarati book Pedal Par Pruthvi Parikrama Online

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme