Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Shurvir Gatha By Viral Shukla -Buy Gujarati Book Online

Shurvir Gatha By Viral Shukla is also one of his most seller book. Viral Shukla has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer. 

There are many other Gujarati Books Written by Viral Shukla Those are also equally popular and you can buy all of them online with best discount.

ડૉ. વિરલ શુક્લ બ્રિટન અને સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ પર પીએચ.ડી કરેલ છે અને હાલ સરકારી કોલેજ, લાલપુર ખાતે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યની કવિતાઓ પર પ્રભુત્વ ધરાવતો વિરલ આપણી ભાષાનો એક બળુકો કવિ અને લોકશાસ્ત્ર છે જેની વાતો અને કવિતાઓમાં શબ્દો અને ઉપમાઓની ચમત્કૃતિ સાથે માત્ર ફરિયાદો નહિ પરંતુ ભારોભાર વાસ્તવિકતા અને વતનપ્રેમ ઠાંસી ઠાંસીને ભર્યો છે. વિરલ શુક્લ એ ગુજરાતી સાહિત્યનુ આવતી કાળનું અજવાળું છે.

‘શબદ એક જ મિલા’ જેવા ભાતીગળ ગઝલસંગ્રહ બાદ વિરલનું આ બીજું પુસ્તક તમારા હાથમાં છે એ સાંગોપાંગ યુદ્ધાવિષયક ટૂંકી વાર્તાઓ+કાવ્યોનું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક ગણી શકાય. ગુજરાતી, ડિંગળ અને વ્રજ ભાષામાં લખાયેલા વિરલના યુદ્ધકાવ્યો આપણી થીજી ગયેલી, સિઝનેબલ રાષ્ટ્રભાક્તિને બેઠી કરવા માટે સક્ષમ છે એવી મને શ્રદ્ધા છે.

ગુજરાતની આખી એક નવી જનરેશન જેણે યુદ્ધ જોયું જ નથી એ પેઢીને ભારતીય સેનાનું સંગઠન, શાસ્ત્રો, શૌર્ય પદકો અને એ મર્દામર્દ જવાનોનો સચિત્ર પરિચય કરાવવાનો આ પુસ્તકનો શુભ આશય છે.

આમ તો સમગ્ર પુસ્તક જ શૂરવીરોની દીલેરીના દસ્તાવેજ જેવું છે પણ ખાસ કરીને કારગીલનું યુદ્ધ આજીવન યાદ રહે એવું ચરિત્ર અને દિલધડક વર્ણન આ પુસ્તકમાં છે. દેશને પ્રેમ કરનારા દરેક વ્યક્તિના દિલમાં આ પુસ્તક ચિરંજીવ સ્થાન પામશે એવા વિશ્વાસ સાથે વિરલને વધવું છું મને જેના પાને પાને રાષ્ટ્રપ્રેમ અને શહાદત છલકે છે એવા આ અનમોલ પ્રયાસને પોંખુ છું.

-સાંઈરામ દવે

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme