Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

The 5 A.M Club By Robin Sharma – Gujarati Translated Books Buy Online

રોબીન શર્મા વિશ્વા સ્તરે સન્માન ધરાવતા માનવતાવાદી છે. દુનિયાના ટોચના અગ્રણીઓને તથા વ્યક્તિગત સિદ્ધી મેળવવામાં સહાય બનનાર સલાહકાર તરીકે નામના મેળવનાર શ્રી શર્માના ક્લાયન્ટ્સમાં સુવિખ્યાત અબજોપતિઓ, ટોચના વ્યવસાયી રમતવીરો તેમજ અનેક ફોર્ચ્યુન 100 કંપનીઓનો સમાવેશ થયે છે. ‘ધ મોન્ક હું સોલ્ડ હીઝ ફરારી’, ‘ધ ગ્રેટનેસ ગાઈડ’ તથા ‘ધ લીડર હું હેડ નો ટાઈટલ’ જેમાં #1 બેસ્ટસેલર લેખકના આ પુસ્તકો દુનિયાની 92 ભાષામાં અનુવાદિત થયા છે, જેને જેને કરને તેઓ સૌથી વ્યાપક વંચાતા હયાત લેખકોમાં સમાવેશ પામે છે. 

નેતૃત્વ કળા અને પરફોર્મન્સ નિષ્ણાંત રોબીન શર્માએ 20 વર્ષ કરતા વધુ વર્ષ પહેલા ધ 5 એ.એમ.ક્લબ નો વિચાર રજુ કર્યો હતો. તેનો આધાર એ વહેલી સવારનું ક્રાંતિકારી રૂટીન છે જેણે તેમના ક્લાયન્ટને તેમની ઉત્પાદકતા વધારવામાં, તેમનું સ્વાસ્થ્ય સુધારવામાં તેમજ તેમના મનની શાંતિ સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે.

લેખકની ચાર વર્ષની મહેનત બાદ લખવામાં આવેલ આ જીવન બદલી નાખવાની ક્ષમતા ધરાવતા પુસ્તક દ્વારા તમને એ જાણવા-સમજવામાં મદદ મળશે કે વહેલા ઉઠવાની આદતથી સર્વોચ્ચ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે અને તે સાથે ખુશી સાથે જીવનનો ભરપુર આનંદ માણી શકાય છે.

જીવનમાં સંઘર્ષનો અનુભવ કરી રહેલા બે અજાણ્યા લોકોના સંપર્કમાં આવનાર એક ઉદ્યોગપતિ એ બન્ને માટે માર્ગદર્શક બને છે, એ વિશેની પ્રેરણાદાયી અને રસપ્રદ વાર્તા દ્વારા ધ 5 એ.એમ.ક્લબ પુસ્તક તમને આટલી બાબતોનો રસાસ્વાદ કરાવશે:

  • મહાન પ્રતિભાશાળી લોકો ઉપરાંત બિઝનેશ અગ્રણીઓ તેમજ વિશ્વના સૌથી સમજદાર લોકો અસાધારણ સિદ્ધી મેળવવા માટે તેમની સવારનો પ્રારંભ કેવી રીતે કરે છે.
  • વહેલા ઉઠવાની ઓછી જાણીતી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે પ્રેરણા મેળવી શકો છો તથા લક્ષ્યાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રોજેરોજ દરેક બાબતમાં મહતમ પરિણામ મેળવી શકો છો.
  • વહેલી સવારની નીરવ શાંતિની પ્રત્યેક ક્ષણનો કેવી રીતે ઉપયોગ કરવો જેથી તમને કસરત, આત્મજ્ઞાન તેમજ વ્યક્તિગત વિકાસ માટે સમય મળી રહે.
  • મોટાભાગના લોકો સુતા હોય છે ત્યારે મનોબળ આધારિત પ્રેકટીશ તમને કઈ રીતે મદદ રૂપ થઇ શકે છે, જેથી તમને તમારા માટે વિચારવા, તમારી રચનાત્મકતાને વ્યક્ત કરવા તેમજ ખુબ શાંતિપૂર્વક તમારો દિવસ શરુ કરવાનો તમને યોગ્ય સમય મળી રહે છે.
  • તમારી ક્ષમતા, કુશળતા અને સ્વપ્નોને આગળ વધારવા માટે ડીજીટલ દુનિયામાં ખુંપી રહેવાને બદલે તેમજ અન્ય સામાન્ય કક્ષાની બાબતોમાં માથું મારવાને બદલે અંત:સ્કુરણા ઉપર ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરવું જેથી તમે સમૃધી અને પ્રભાવનો આનંદ માણી શકો તથા દુનિયામાં તમારી અસર ઉભી કરી શકો.

ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા માટે www.dhoomkharidi.com અથવા વોટ્સેપ કરો 74054 79678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme