Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Tulasikyaro – Tulsi Kyaro – Zaverchand Meghani

tulsi kyaro zaverchand meghaniZaverchand Meghani is one of the pillar of Gujarati literature and has written many Gujarati books. One of them is Tulasikyaro, this gujarati novel is written by Zaverchand Meghani. There are few e-books also available for the author. Below is some snippet of the gujarati book Tulsikyaro. You can purchase this gujarati book online using below link provided.

Purchase Tulsikyaro gujarati book

સોમેશ્વર માસ્તરના મકાન પાસે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. સોમેશ્વર માસ્તરની પચીશેક વર્ષની ભત્રીજી યમુના ગાંડી હતી. ઘરથી થોડે દૂર નળની ટાંકી પાસે ઊભી ઊભી લાંબા હાથ કરીને રોષેભર્યા અસ્પષ્ટ શબ્દો કાઢતી કાઢતી, કોઈ મવાલી પણ જાહેરમાં ઉચ્ચારવા હિંમત ન કરી શકે તેવી અશ્લીલ ગાળો કોણ જાણે અંતરીક્ષમાં કોને ભાંડી રહી હતી.

પચાસ વરસના સોમેશ્વર માસ્તર બહાર આવ્યા ને યમુનાને ફોસલાવા લાગ્યા; યમુના એ એને પણ અપશબ્દો કહ્યા. આખરે સોમેશ્વર માસ્તરના પચીસેક વર્ષના યુવાન પુત્ર પ્રોફેસર વીરસુતે એક સોટી સાથે દોટાદોટ આવીને ગાંડી યમુનાના શરીર પર ફટકા ખેંચવા માંડયા, ત્યારે પછી આડા હાથ દેતી, ચમકતી ને ડરતી યમુના રડતી રડતી ઘરની અંદર ચાલી ગઈ.

યમુનાને ઘરની અંદર લઈ જઈ એક ઓરડીમાં પૂરીને પણ વીરસુત જયારે મારવા ને ત્રાડ દેવા લાગ્યો ત્યારે એક દસેક વર્ષનો છોકરો ત્યાં ઊભો ઊભો કહેતો હતો : ‘બાફોઈ, બોલો મા, બાફોઈ, ચુપ રહો તો બાપુ નહિ મારે. બાપુજી, હવે બાફોઈને ના મારો , એ કશું બોલતાં નથી, હો બાપુજી !’

‘તું બહુ ડાહ્યલો ન થા, દેવુ!’ વીરસુતે પોતાના એ પુત્રનું મોઢું તોડી લીધું.

સોમેશ્વર માસ્તર એ પોતાના ઓરડી તરફ ધીરે ધીરે આવી રહ્યા હતા, ત્યારે તેને તેના દીકરા વિરસુતે વઢી ને કહ્યું:

‘તમે જ એને બહેકવા દીધી છે હું કહી કહીને થાક્યો કે એને ગાંડાની ઇસ્પિતાલમાં મૂકી આવવા દો, ત્યાં એ સાજી થશે, એનો ત્યાં જ વહેલો છૂટકો થશે. પણ તમે તો એને જ્યારે જ્યારે રજા ગાળવા આવીએ ત્યારે ત્યારે આ હૈયાહોળી છાતી પર અને છાતી પર ને છાતી પર રાખી છે’

‘ભાઈ, મેં સારા માટે જ ગાંડાંની ઇસ્પિતાલની ના કહી છે, ત્યાં એ બાપડીનું પોતાનું કોણ?’

‘ને અહીં ક્યાંય મોટર કે ટ્રેનમાં ચગદાઈ જશે તો?’

‘તો તે તેના પ્રારબ્ધની વાત બનશે, પણ ભાઈ, આપણે દેખીપેખી ને એને કુટુંબમાંથી કાઢીએ તો એનો જીવ અંદરખાનેથી કકળી ઉઠશે’

‘એને ગાંડા માણસને એવું શું ભાન હોય ! તમે પણ કેવી..’ વીરસુત હસ્યો.

‘હું ઠીક કહું છું ભાઈ, જીવ કકળે.’

‘તો હવે શું કરવું છે? કંઇ છૂટકો પતાવવો છે કે નહિ?’

‘એક વાર હું જોઉં, એને ભેરવપુર લઈ જાઉં’ 

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme