Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Warren Buffet in Gujarati – Biography

warren buffet biography book in gujaratiKnown as the “Oracle of Omaha,” Warren Buffet is an investment guru and one of the richest and most respected businessmen in the world. Many books on his biography available. We have recently got one Gujarati book on warren buffet. You can buy Gujarati books online with best discount and cash on delivery options.

Buy Warren Buffet – Click Here

દુનિયા તેમને માત્ર વોરેન બફેટના નામથી જ નહી, પણ શેરબજારના જાદુગર, બર્કશાયરના કિંગ, વોલ સ્ટ્રીટના સફળતમ ખેલાડી અને ‘ઓરકેલ ઓફ ઓમાહા’ તરીકે પણ જાણે છે. આનંદથી છલકાતો ચહેરો અને સામાન્ય કદકાથી ધરાવનારી આ વ્યક્તિને જોઇને તમે કદીએ કલ્પી ન શકો કે તેઓ વિશ્વના ત્રીજા અને અમેરિકાના બીજા સૌથી સંપત્તિવાન વ્યક્તિ છે. એપ્રિલ 2007 માં ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા પ્રકાશિત થયેલી વિશ્વના અરબપતિઓ યાદીમાં વોરેન બફેટે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને મેક્સિકોના કાર્લોસ સ્લિમ હેલ પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. દુનિયાભરના જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે કાર્યરત બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને ત્રીસ અરબ ડોલર એટલે કે તેઓની કુલ સંપત્તિના અંદાજે 83 ટકા સંપત્તિનું દાન કરીને નવો ઇતિહાસ રચ્યો છે.

      વિશ્વભરની મેનેજમેન્ટ કોલેજોના વિદ્યાર્થીઓ માટે આજે પણ કિશોર વયના વોરેન બફેટનો સંઘર્ષ એક અભ્યાસનો વિષય છે. બાળપણમાં ચ્યૂઇગમ, સોડા, કોક અને સમાચારપત્ર વેચતા વોરેનની સંઘર્ષ કથા અને સ્વાવલંબનની વાતો અમેરિકાની શાળામાં બાળકોને ભણવવામાં આવે છે.

        વોરેન બફેટના વ્યક્તિત્વને સમજવું કે તેમના વિષે એકમત બાંધવો તે શેરબજારની જેમ જ અસમંજસભર્યું છે. એક બાજુ તેઓ વોલ સ્ટ્રીટમાં પાઈ માટે જોડ તોડ કરતા હતા, જયારે બીજી બાજુ એક જ ઝાટકે પોતાની જીવનભરની કામની પરોપકાર માટે કુરબાન કરી દીધી હતી.


આ પુસ્તકમાં વોરેનના વ્યક્તિત્વના આ વિરોધાભાસને સમજવાના પ્રયાસરૂપે તેમના જીવનમાં ઊંડા ઊતરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં સંઘર્ષ, સંયમ, કરકસર, પરોપકાર અને દીર્ધદ્રષ્ટી જેવા ગુણ ભર્યા પડ્યા છે.

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme